BOLLYWOOD : રણવીર સિંહેઆગામી ફિલ્મ માટે સાઉથના ડિરેકટર એસ શંકરનો હાથ ઝાલ્યો

0
27
meetarticle

ધૂરંધર ફિલ્મની અદભૂતપૂર્વ સફળતા સાથે રણવીર સિંહ પોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત થઇ ગયો છે. અભિનેતાએ પોતાની આગામી ફિલ્મ સાઉથના દિગ્દર્શક એસ શંકર સાથે કરવાનો નિર્ણય લીધો છે. આ એ જ દિગ્દર્શક છે જેણે અનિલ કપૂર સાથે ૨૦૦૧માં નાયક બનાવી હતી અનેઆ પછી તેની આ બીજી હિીંદી ફિલ્મ બનશે. જોકે દિગ્દર્શક એસ શંકરનો આ બિગ બજેટ ડ્રીમ પ્રોજેક્ટ હશે.રિપોર્ટના અનુસાર, આ ફિલ્મ એસ પેંકટેસનની ફિકશન નોવેલ વીરા યુગ નયાગાંવ વેલપારી પર આધારિત હશે. હાલ તેને વેલપારી ફિલ્મ તરીકે કહેવામાં આવી રહી છે.

એક રિપોર્ટના અનુસાર, રણવીર સિંહે એસ શંકર સાથે પોતાની આગામી ફિલ્મ વેલપારીની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મ માટે સાઉથના અભિનેતા વિક્રમનું નામ પણ ચર્ચામાં છે. કહેવાય છે કે, આ ફિલ્મ રણવીર સિંહની કારકિર્દીની અદભૂત ફિલ્મ પુરવાર થશે.પહેલા એવી ચર્ચા હતી કે આ જોડી અન્નિયનની હિંદી રિમેક પર કામ કરી રહી હતી.તેની સત્તાવાર ઘોષણા પણ કરવામા ંવી હતી. પરંતુ પછીથી જાણ થઇ હતી કે આ ફિલ્મના હક્ક એસ શંકર પાસે ન હોવાથી આ ફિલ્મને હાલ બંધ કરી દેવામા ંઆવી અને વેલપારી પર કામ શરૂ કરવામાં આવ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here