BOLLYWOOD : લવ એન્ડ વોરનું હજુ 70 દિવસનું શૂટિંગ બાકી છે

0
15
meetarticle

રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલની ફિલ્મ ‘લવ એન્ડ વોર’નું હજુ તો ૭૦ દિવસનું શૂટિંગ બાકી છે. સંજય લીલા ભણશાલીએ હજુ તો  ફિલ્મનાં છ ગીતો ફિલ્માવવાનાં પણ બાકી છે એમ ફિલ્મ સાથે સંકળાયેલાં સૂત્રોનું કહેવું છે. 

ફિલ્મ ધાર્યા કરતાં બેહદ ધીમી ગતિએ આગળ વધી રહી હોવાનું સૂત્રો કબૂલી  રહ્યાં છે. તેના કારણે સતત શિડયૂલ લંબાઈ રહ્યું છે. કલાકારો પણ ધીમી ગતિએ શૂટિંગથી કંટાળી  ગયાં છે. જે ગતિએ શૂટિંગ ચાલી રહ્યું છે તે જોતાં રીલિઝ ડેટ નક્કી કરવામાં પણ મૂંઝવણ થઈ રહી છે. હવે જે ૭૦ દિવસનું શૂટિંગ બાકી છે તેમાંથી ૩૫ દિવસો તો ફક્ત ગીતોનું જ શૂટિંગ ચાલવાનું છે. સંજય લીલા ભણશાળી પોતાની ફિલ્મોનાં ગીતો બાબતે બહુ સંવેદનશીલ હોય છે. આથી, તેઓ ધાર્યા સમયમાં આ તમામ ગીતો ફિલ્માવી રહેશે કે કેમ તે પણ એક સવાલ છે. 

અત્યારે ફિલ્મનાં શૂટિંગમાં મૂળ પ્લાન કરતાં ૪૦ દિવસનો વિલંબ થયો છે. તેના કારણે રણબીર, આલિયા તથા વિક્કીના અન્ય પ્લાન્સ પણ ખોરવાઈ ગયા છે. 

અગાઉ રણબીર કપૂરે સંજય લીલા ભણશાળીની કામ કરવાની ગતિ ધીમી તથા થકવી  દેનારી હોવાની આડકતરી કબૂલાત કરતાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સંજય લીલા ભણશાળી સાથે કામ કરવામાં નિચોવાઈ જવાય છે. જોકે, એક કલાકાર તરીકે પૂરેપૂરો સંતોષ મળે છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here