BOLLYWOOD : વેલેન્ટાઇન ડે પહેલા રિ-રિલીઝ થઈ ફિલ્મ ‘સૈયારા’, મોટા પદડાં પર ફરીથી લવ સ્ટોરી નીહાળવાનો ફેન્સને લ્હાવો

0
18
meetarticle

ડાયરેક્ટર મોહિત સૂરીની ફિલ્મ ‘સૈયારા’ રિલીઝ થતાં બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. લવ સ્ટોરી વાળી આ ફિલ્મને શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો. તેવામાં હવે સૈયારાને રિ-રિલીઝ કરવામાં આવી છે. અહાન પાંડે અને અનિત પડ્ડાની આ રોમેન્ટિક ફિલ્મ વેલેન્ટાઇન ડે 2026 પહેલા ફરીથી રિલીઝ કરાઈ છે, ત્યારે ફિલ્મ જોવાનું ચૂકી ગયેલા ફેન્સ હવે મોટા પદડાં પર લવ સ્ટોરી નીહાળી શકશે. આ ફિલ્મ 18 જુલાઈ, 2025ના રોજ રિલીઝ થઈ હતી.

સૈયારા રિ-રિલીઝ કરાયુ

વેલેન્ટાઇન ડે પહેલા સૈયારા 7થી 13 ફેબ્રુઆરી, 2026 સુધી સિનેમાઘરોમાં ફરીથી જોવા મળશે. આ રોમેન્ટિક ફિલ્મ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, પુણે અને અન્ય શહેરોમાં મર્યાદિત શો સાથે રિલીઝ કરવામાં આવી છે, જેનાથી ચાહકોને આ લવ સ્ટોરી ફરીથી જોવાની તક મળી છે.

અહાન પાંડે અને અનિત પડ્ડાની ડેબ્યૂ ફિલ્મ

અહાન પાંડે અને અનિત પડ્ડાએ ફિલ્મ સૈયારાથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ રિલીઝ થયા પછી નેટીઝન્સે આ જોડીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીની પ્રશંસા કરી હતી. ફિલ્મ પછી આ જોડી ઝડપથી ચર્ચામાં આવ્યા હતા. 

સૈયારા ફિલ્મનું કલેક્શન

સૈયારા એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. 156 મિનિટની આ ફિલ્મનું બજેટ રૂ.45 કરોડ હતું અને તેણે બોક્સ ઓફિસ પર રૂ.579 કરોડની કમાણી કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here