BOLLYWOOD : સરકે ચુનર સોંગના હિન્દી વર્ઝન વિશે અજાણ હોવાનો નોરાનો દાવો

0
20
meetarticle

નોરા ફતેહીએ દેશમાં ભારે વિવાદનું કેન્દ્ર બનેલાં ‘સરકે ચુનર’ ગીત  સંદર્ભમાં એવો દાવો કર્યો છે કે પોતે તો ફક્ત કન્નડ ગીત માટે જ શૂટિંગ કર્યું હતું. આ ગીતનાં હિન્દી વર્ઝન વિશે પોતે અજાણ છે. હિન્દી  વર્ઝનમાં પોતાની ઈમેજના ઉપયોગ માટે મંજૂરી પણ લેવાઈ નથી.  નોરાએ આ ગીતનાં બહાને તેના પર વ્યક્તિગત પ્રહારો કરનારાની ઝાટકણી પણ કાઢી હતી. 

નોરા અને સંજય દત્ત પર પિક્ચરાઈઝ થયેલાં આ ગીતના શબ્દો અતિશય બિભત્સ અને અશ્લીલ હોવાથી તે યુ ટયૂબ પરથી હટાવી લેવાયું છે. મૂળ કન્ન્ડ ફિલ્મ ‘કેડીઃ ધી ડેવિલ’નાં આ ગીત સંદર્ભમાં ગીતકાર  રકીબ આલમે પણ એવો ખુલાસો કર્યો છે કે આ ગીત મેં રચ્યું નથી પરંતુ મૂૂળ કન્નડ ગીતનાં શબ્દોને ટયુન પ્રમાણે ફીટ થાય તેવા  હિન્દી શબ્દો જ આપ્યા છે. 

દરમિયાન, કેન્દ્ર સરકારે આ ગીત પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. કેન્દ્રીય માહિતી પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં આ માહિતી આપતાં કહ્યું હતું કે દેશમાં  અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય અબાધિત નથી. આ ગીત મુદ્દે પગલાં લેવા સેન્સર બોર્ડને ઓલરેડી જણાવી દેવાયું છે. 

ઉલ્લેખનીય છે કે આ ગીત મુદ્દે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ નોટિસ આપી ચૂક્યું છે. ગીતલેખક રકીબ આલમ, ડાયરેક્ટર પ્રેમ, મ્યુઝિક ડાયરેક્ટર અર્જુન જાન્યા તથા સિંગર માંગલી સહિત ફિલ્મ સર્જકો સામે પોલીસ ફરિયાદ  પણ અપાઈ છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here