પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલ તથા સાન્યા મલ્હોત્રા એક રોમાન્ટિક થ્રીલર ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને હાલ ‘સુંદર પૂનમ’ ટાઈટલ અપાયું છે.

ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મ એર રિયલ લાઇવ ઇવેન્ટથી પ્રેરિત હશે. ફિલ્મના શૂટિંગ કાશ્મીર, રાજસ્થાન, દિલ્હી અને મુંબઇમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સાન્યા મલ્હોત્રાએ તાજેતરમાં મુંબઈમાં જુહૂ ખાતે ૧૪.૩ કરોડનું સી ફેસિંગ ઘર ખરીદ્યું છે. તેણે તાજેતરમાં આ ઘરમાં ગૃહ પ્રવેશ વિધિની તસવીરો શેર કરી હતી.

