BOLLYWOOD : સોહેલ ખાને હેલમેટ વિના દોડાવી 17 લાખની બાઈક, અપશબ્દો બોલ્યો; લોકો ભડક્યા તો કહ્યું- મને ફોબિયા છે

0
34
meetarticle

બોલિવૂડ એક્ટર સોહેલ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં તે હેલમેટ વગર બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે અને એને કારણે વિવાદ થયો છે કારણ કે, તે હેલમેટ વગર બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે. એની ખૂબ જ ટીકા કરવામાં આવતાં તેણે માફી પણ માંગી છે.  

હેલમેટ વગર બાઇક ચલાવી  

સલમાન ખાન વર્ષો પહેલાં બાઇક ચલાવતો જોવા મળતો હતો. કેટરિના કૈફ સાથેનો તેનો બાઇકનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો હતો. સલમાન બાદ હવે તેના ભાઈ સોહેલ ખાનનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે. એમાં તે 17 લાખ રૂપિયાની બાઇક હેલમેટ પહેરવા વગર ચલાવતો જોવા મળ્યો છે. એની ટીકા કરતાં તેણે સોશિયલ મીડિયા પર માફી માગી છે.

સોહેલ ખાને શું કહ્યું?  

સોશિયલ મીડિયા પર પોતાના વાઇરલ બાઇક વીડિયોને સ્ક્રીનશોટ પોસ્ટ કરી સોહેલ ખાને કહ્યું કે ‘હું દરેક બાઇક રાઇડરને વિનંતી કરવા માગું છું કે મહેરબાની કરીને હેલમેટ પહેરો. હું કેટલીક વાર હેલમેટ નથી પહેરતો કારણ કે હું ક્લોસ્ટ્રોફોબિક (Claustrophobic) છું. જો કે હેલમેટ ન પહેરવાનું એ કોઈ બહાનું નથી. હું નાનો હતો ત્યારથી જ મને રાઇડિંગનો શોખ છે. BMX સાયકલથી મારામાં આ પેશનની શરૂઆત થઈ હતી અને આજે હવે હું બાઇક ચલાવું છું. હું મોટા ભાગે મોડી રાતે બાઇક ચલાવું છું કારણ કે ત્યારે વધુ ટ્રાફિક નથી હોતો. ત્યારે રિસ્ક ઓછું હોય છે. હું ધીમે ચલાવું છું અને મારી પાછળ મારી કાર પણ ચાલતી હોય છે. હું મારા સાથી રાઇડર્સને એ વાતની ખાતરી આપું છું કે હું મારા ક્લોસ્ટ્રોફોબિકના ડરથી દૂર થવાની કોશિશ કરીશ અને હેલમેટ પહેરવાનું શરૂ કરીશ.’

આ અંગે તેણે માફી પણ માંગી હતી. તેણે કહ્યું છે કે, ‘આ માટે મને તમારા સાથની જરૂર છે. ટ્રાફિક ઓથોરિટીની હું દિલથી માફી માગું છું અને તેમને ભરોસો આપું છું કે હવે હું દરેક નિયમનું પાલન કરીશ. હું એ દરેક રાઇડર્સને સલામ કરું છું જેઓ તેમને થતી અસુવિધાઓ છતાં હેલમેટ પહેરે છે કારણ કે એ આપણી સુરક્ષા માટે જરૂરી છે. અફસોસ કરવા કરતાં હેલમેટ પહેરવું અને સુરક્ષિત રહેવું જરૂરી છે. એક વાર ફરીથી કહું છું મને આ વાતનો ખૂબ જ અફસોસ છે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here