નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર પોતાની હિટ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર’ના ત્રીજા ભાગને એક વેબ સીરીઝ તરીકે નિર્માણ કરવાની તૈયારી કરી રહ્યો છે. જેમાં આર્યન ખાનની ‘બેડસ ઓફ બોલીવૂડ’ની સીરિઝમાં બોબી દેઓલના વંઠી ગયેલા પુત્ર શોમિકની ભૂમિકા ભજવનાર અભિનેતા દિવીક શર્માને લેવામાં આવ્યો છે. દિવીક આ સીરિઝમાં શનાયાનો હિરો બનશે.

કહેવાય છે કે, સીરીઝમાં શનાયા કપૂર ડબલ રોલમાં જોવા મળવાની છે.
આ સીરીઝનું દિગ્દર્શન રીમા માયા કરવાની છે.
કરણની પહેલી ‘સ્ટુડન્ટ ઓફ ધી યર’માં આલિયા ભટ્ટ સાથે વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા હતા. આ ફિલ્મના બીજા ભાગમાં અનન્યા પાંડે સાથે તારા સુતરિયા અને ટાઈગર શ્રોફ સહિતના કલાકારો હતા.

