હર્ષવર્ધન રાણે એકતા કપૂરની આગામી થ્રિલર ફિલ્મ શૂટ આઉટ ઇન દુબઇમાં કામ કરતો જોવા મળશે. એકતા કપૂરની શૂટઆઉટ ફ્રેન્ચાઇઝી ની આ ત્રીજી ફિલ્મ હશે.

આ ફિલ્મમાં મુંબઇની અંડરવર્લ્ડ દર્શાવવાને બદલે દુબઈનું બેકગ્રાઉન્ડ હશે. એકતાએ આ પ્રોજેક્ટ ૨૦૨૧માં શરુ કર્યો હતો પરંતુ કોઈ કારણોસર તે પાછળ ઠેલાતો રહ્યો હતો. હવે માર્ચ સુધીમાં તેનું શૂટિંગ શરુ કરી દેવાનો પ્લાન છે.
ફિલ્મના અન્ય કલાકારોની જાહેરાતની રાહ જોવાય છે.

