BOLLYWOOD : હોલીવૂડના જાણીતા અભિનેતા વિલસ્મિથ પર જાતીય શોષણનો આરોપ

0
29
meetarticle

હોલીવૂડના જાણીતા સ્ટાર વિલ સ્મિથ પર વાયોલિનિસ્ટ બ્રાયન કિંગ જોસેફે યૌન શોષણનો  ગંભીર આરોપ મુક્યો છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, તેને ખોટી રીતે નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો  હતો તેમજ તેણે તેના પર જાતીય શોષણનો પણ કેસ ઠોકી દીધો છે. 

વોયોલિનિસ્ટ બ્રાયન કિંગ જોસેફે વિલ સ્મિથ સાથે ૨૦૨૫ની મ્યુઝિકલ ટૂરમાં સાથે કામ કર્યું હતું.તેણે કહ્યું હતું કે, કથિત ઘટના માર્ચ મહિનામાં લાસ વેગાસમાં ઘટી હતી. બ્રાયને કહ્યું હતુ ંકે, વિલ સ્મિથનું વર્તન તેની સાથે ડરામણું હતું પરિણામે તે માનસિક રીતે અપસેટ થઇ ગયો હતો. બ્રાયને બુધવાર ૩૧ ડિસેમ્બરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસાર, બ્રાયન માટે હોટલની જે રૂમ બુક કરવામાં આવી હતી તેમાં વિલ તેની સહમતિ વગર ઘૂસી આવતો હતો.તેમજ રૂમમાંથી એક ચિઠ્ઠી મળી હતી જેના પર ફક્ત આપણે બન્ને જ લખ્યું હતું.હું ૫.૩૦ વાગ્યે ફરી તારી રૂમમાં આવીશ ત્યારે ફક્ત આપણે બન્ને જ સાથે હશું અને તેણે હાર્ટનું ઇમોજી પણ દોર્યું હતું. બ્રાયને હોટલની સિક્યોરિટી અને મેનેજમેન્ટને આ ફરિયાદ કરી હતી પરંતુ તેને કોઇ સપોર્ટ મળ્યો નહોતો. પરંતુ તેના પર જુઠ્ઠું બોલવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ પછી તેને ટૂરમાંથી હાંકી કાઢવામાંઆવ્યો હતો. ચિઠ્ઠી  સાથે બ્રાયનની રૂમમાંથી વાઇપ્સ, એક બીયરની બોટલ  અને કોઇ એક અજાણી વ્યક્તિના નામવાળી એચઆઇવી દવા અને હોસ્પિટલના ડિસ્ચાર્જના બીલ પણ મળ્યા હતા. 

 બ્રાયન કિંગે વિલ સ્મિથ પર ગંભીર આરોપ મુકીને તેને કોર્ટમાં ઘસેટયો છે. સાથેસાથે તેણે એવો આરોપ પણ મુક્યો છે કે, વિલસ્મિથની મેનેજમેન્ટ કંપનીએ તેની સાથે બહુ ખરાબ વર્તાવ કર્યો હતો અને ખોટી રીતે નોકરીમાંથી હાંકી કાઢ્યો હતો અનેતેના સ્થાને બીજા વાયોલિસ્ટને ગોઠવી દેવામાં આવ્યો હતો. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here