અક્ષય કુમારની ફિલ્મ વેલકમ ટુ ધ જંગલના અટકી પડેલા શૂટિંગને ફરી શરૂ કરવામાં આવ્યું હતું. મુંબઈના જ પાંચ હિસ્સાઓ જેવા કે સિટી, રોયલ પાલ્મ્સ, બોરીવલી અને આરે કોલોનીના બે લોકેશનમાં જંગલના ગ્રાન્ડ સેટ ઊભા કરવામાં આવ્યા છે. એક રિપોર્ટના અનુસાર ૫ ડિસેમ્બરના રોજ શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ભરપૂર એકશન દ્રશ્યોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.ફિલ્મનું દિગ્દર્શન અહમદ ખાન કરી રહ્યો છે.

પહેલા આ ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશના જંગલોમાં કરવાની યોજના કરવામાં આવી હતી. પરંતુ ઠંડીના કારણએ પ્રોડકશ ટીમને જણાયું હતું કે, જંગલમાં શૂટિંગ કરવું સરળ ન હોવાથી શૂટિંગ પોસ્ટપોન્ડ કર્યું હતું.ંઆ શૂટિંગમાં ૩૪ કલાકાર અને ૫૦૦ લોકોનું યૂનિટ પણ સામેલ થવાનું હોવાથી પ્રોડયુસર ફિરોઝ નડિયાદવાળા અને દિગ્દર્શક અહમદ ખાને આ શૂટિંગ મુંબઇમાં કરવાનો નિર્ણય લીધો હતો. અક્ષય કુમારની આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી. અરશદ વારસી, રવીના ટંડન, જૈકલિન ફર્નાન્ડિસ, દિશાપટાણી, લારા દત્તા, પરેશ રાવલ,તુષારકપૂર અને બીજા એકટર્સ પણ મહત્વના રોલમાં જોવા મળશે.

