ધુરંધર ટુ’ સહિતની ફિલ્મો સામે ડરી ગયેલા અક્ષય કુમારે પોતાની ફિલ્મ ‘ભૂતબંગલા’ની રીલિઝ ટાળી દીધી છે. આ ફિલ્મ હવે આગામી માર્ચમાં રજૂૂ નહિ થાય. જોકે, ‘આવારાપરન ટુ’ સહિતની એક પછી એક ફિલ્મો વચ્ચે અક્ષય કુમારે નવી તારીખ શોધવા માટે બહુ મહેનત કરવી પડશે. છેલ્લા કેટલાય સમયથી બહુ મોટી હિટ ફિલ્મ માટે તરસી ગયેલો અક્ષય કુમાર કોઈ જોખમ લેવા માગતો નથી. આથી, તેણે પોતાની ફિલ્મ સેન્ડવિચ ન થઈ જાય તે માટે રીલિઝ ટાળવાનું નક્કી કર્યું છે.

મોટી ફિલ્મોની આસપાસ કોઈ ફિલમ રીલિઝ થાય તો તેને સ્ક્રીન કાઉન્ટનાં પણ ફાંફા પડે છે. .એક સમય એવો હાતો જ્યારે અક્ષય કુમારની ફિલ્મ ખાતર ્અન્ય ફિલ્મોની રીલિઝ ડેટ ચેન્જ થતી હતી. હવે અક્ષયે પોતાની ફિલ્મોની તારીખો બદલવી પડે તેવો સમય આવ્યો છે.

