અક્ષય કુમારે પોતાના કરતાં ૩૦ વરસ નાની અભનેત્રી મિનાક્ષી ચોધરી સાથે કામ કરવાનું પસંદ કર્યુ ં છે. અભિનેતા મિનાક્ષી ચોધરી સાથે ભાગમ ભાગ ટુમાં જોડી જમાવવાનો નિર્ણય લીધો છે. ભાગમ ભાગ ટુ ૨૦૦૬ની જાણીતી કોમેડી હિટ ફિલ્મ છે જેી સીકવલની તૈયારી થઇ રહી છે.

રસપ્રદ તો એ છે કે, જોન અબ્રાહમે પણ પોતાની ફોર્સ ૩ માટે મિનાક્ષી ચોધરીની સાથે કામ કરવાનું પસંદ કર્યું છે. આ રીતે મિનાક્ષી ચોધરીને એક સાથે બોલીવૂડની બે ફિલ્મો મળી ગઇ છે. જોકે ફિલ્મની ટીમે સત્તાવાર ઘોષણા કરી નથી. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ભાગમ ભાગને જબરદસ્ત સફળથા મળી હતી. મૂળ ફિલ્મ ૨૦૦૬માં રિલીઝ થઇ હતી. જેમાં અક્ષય કુમર, ગોવિંદા, પરેશ રાવલ મુખ્ય રોલમાં હતા. જ્યારે તેમની સાથે રાજપાલ યાદવ, લારા દત્તા, જેકી શ્રોફ અને અરબાઝ ખાન જેવા સપોર્ટિંગ કલાકારોએ મળીને રૂપેરી પડદે હાસ્યની છોળો ઊડાડી હતી.ભાગમ ભાગ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઇ હોવાથી હવે તેની સીકવલ પર વધુ મહેનત કરવી પડશે. આ સીકવલમાં ગોવિંદા ફરી જોવા મળશે કે નહીં તે અંગે પ્રશ્રાર્થ છે.

