રણવીરની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’માં રણવીર કરતાં પણ વધારે અક્ષય ખન્ના લાઈમલાઈટ ખાટી ગયો છે. હવે અક્ષય ખન્ના આગામી ફિલ્મ ‘મહાકાલી’માં શુક્રાચાર્યના રોલમાં જોવા મળશે.

આ ફિલ્મનો સફેદ લાંબી દાઢી સાથેનો અક્ષય ખન્નાનો લૂક અત્યારથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. આ પહેલાં અક્ષય ખન્નાનો ‘છાવા’ ફિલ્મનો ઔરંગઝેબનો લૂક જોઈને ચાહકો ચક્તિ થઈ ગયા હતા.
અક્ષય ખન્ના આ ફિલ્મથી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ‘હનુમાન’ ફિલ્મ બનાવનારા પ્રશાંત વર્મા જ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. ફિલ્મ તેલુગુ ઉપરાંત હિંદી વર્ઝનમાં પણ રીલિઝ થવાની છે.

