BOLLYWOOD : અજય દેવગણે નવી ફિલ્મ માટે ફરી ઓમ રાઉત સાથે હાથ મિલાવ્યા

0
5
meetarticle

અજય દેવગણ અને ઓમ રાઉત ફરી બીજી વખત સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પહેલા તેમણે ફિલ્મ ‘તાનાજી’માં સાથે કામ કર્યું હતું. બન્ન જણા વધુ એક મરાઠા વોરિયરની વાર્તા રજૂ કરશે તેવી ચર્ચા છે.  એક રિપોર્ટના અનુસાર, અજય દેવગણ અને ઓમ રાઉત ઘણા સમયથી અનસંગ વોરિયર સીરીઝની નવી ફિલ્મ લાવવા માટે વાતચીત કરી રહ્યા હતા. ઓમ રાઉતે થોડા દિવસો પહેલા જ  અજય દેવગણને એક મરાઠા વોરિયરની વાર્તા સંભળાવી હતી જે અભિનેતાને પસંદ પડી હતી. આ પછી ઓમ રાઉત  ફિલ્મની તૈયારી કરવા લાગ્યો છે. 

અજય દેવગણની વીએસએફ કંપની જ આ ફિલ્મ માટે વીએસએફ તૈયાર કરશે. ઓમ રાઉત અને અજય દેવગણ ફિલ્મનું બજેટ ફાઈનલ કરી રહ્યા છે. ત્યારબાદ ફિલ્મની ઔપચારિક જાહેરાત કરાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here