આગામી વર્ષની ‘ઈદ ‘ વખતે બે મોટી ફિલ્મો ‘ધુરંધર ટુ ‘ અને ‘ટોક્સિક ‘ ટકરાવાની છે. આ બે ફિલ્મો વચ્ચે સેન્ડવિંચ થવાનું ટાળવા અજય દેવગણે પોતાની ફિલ્મ ‘ધમાલ ફોર’ મુલત્વી કરી દીધી છે.

અજય આ ફિલ્મ ૨૦૨૬ની ઈદ વખતે રીલિઝ કરવાનો હતો. જોકે, હવે તે કમર્શિઅલ સકસેસની ગેરન્ટી આપતો સ્ટાર રહ્યો નથી. પાછલાં વર્ષોમાં તેની હિટ ફિલ્મો કરતાં ફલોપ ફિલ્મો વધારે આવી છે.
આથી તે પોતાની દરેક ફિલ્મની રીલિઝ માટે સલામત તારીખ શોધે છે.
અજય દેવગણ હવે ‘ધમાલ ફોર’ માટે આગામી મે માસની વેકેશનના સમયગાળાની અનુકૂળ તારીખ શોધી રહ્યો છે.
અજય રણવીર અને યશ બંને કરતાં સિનિયર એક્ટર છે પરંતુ તેણે નવી પેઢીના કલાકારો સામે શરણાગતિ સાધી લીધી છે.

