અનિત પડ્ડાનો પણ હોરર કોમેડી યુનિવર્સમાં પ્રવેશ થઈ ચૂક્યો છે. તેની હોરર કોમેડી ‘શક્તિ શાલિની’ આવતાં વર્ષે ડિસેમ્બરમાં રીલિઝ થવાની છે.

આ ફિલ્મમાં કિયારા અડવાણી મુખ્ય ભૂમિકા કરવાની હતી. પરંતુ, કિયારાએ આ ફિલ્મ છોડયા બાદ તે અનિતને ફાળે ગઈ હતી. ફિલ્મ રીલિઝ ડેટની તારીખો વિશે અસ્પષ્ટતા સેવાતી હતી પરંતુ હવે એવું ફાઈનલ મનાય છે કે ફિલ્મ આવતાં વર્ષે ડિસેમ્બરમાં રીલિઝ થવાની છે.
તાજેતરમાં અનિત પડ્ડાનો આ ફિલ્મનો પહેલો લૂક પણ પ્રગટ કરાયો છે.

