BOLLYWOOD : અનિલ કપૂરે નાયકના હક્કો ખરીદી લીધા, સીકવલની આશા

0
28
meetarticle

 અનિલ કપૂરે તેની લોકપ્રિય ફિલ્મ ‘નાયક’ના હક્કો ખરીદી લીધા છે. આથી તે આ મૂળ ફિલ્મની સીકવલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો હોવાની ધારણા વ્યક્ત થઈ રહી છે. હવે આ અંગે સત્તાવાર ઘોષણાની રાહ જોવાય છે. 

‘નાયક’ ફિલ્મ પણ મૂળ એક તમિલ ફિલ્મની જ રીમેક હતી. આ ફિલ્મમાં એક પત્રકારને એક દિવસ માટે રાજ્યના સીએમ બનવાની તક મળે છે તેવી સ્ટોરી હતી.  ફિલ્મમાં અનિલ કપૂર ઉપરાંત અમરીશ પૂરીનો અભિનય પણ બહુ વખણાયો હતો. રાણી મુખર્જી અને પરેશ રાવલ સહિતના કલાકારોએ ફિલ્મમાં ભૂમિકા ભજવી હતી. 

અનિલની આ ફિલ્મને લગતાં રાજકીય મીમ્સ પણ બહુ લોકપ્રિય છે. કદાચ તેના કારણે જ અનિલ કપૂરે આ ફિલ્મની સીકવલ બનાવવાની સંભાવના પારખી છે. આ ફિલ્મ મૂળ એ.એસ. રત્નમે પ્રોડયૂસ કરી હતી. 

પરંતુ હાલ તેના હક્કો ‘સનમ તેરી કસમ’ સહિતની ફિલ્મો બનાવનારા દીપક મુકુટ પાસે હતા. અનિલે હવે તેમની પાસેથી આ હક્કો ખરીદી લીધા છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here