BOLLYWOOD : અમિતાભ અને કમલ હાસને કલ્કિ-ટુનું શૂટિંગ શરૂ કર્યું

0
14
meetarticle

 નાગ અશ્વિનની ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ના બીજા ભાગનું શૂટિંગ શરુ થઈ ગયું છે. હાલ કમલ હાસન તથા અમિતાભ બચ્ચનનાં દ્રશ્યોનું ફિલ્માંકન થઈ રહ્યું છે. 

શૂટિંગ માટે તેલગંણામાં એક વિશાળ સેટ ઉભો કરાયો છે. બંને દિગ્ગજ કલાકારો આ સેટ પર શૂટિંગ માટે પહોંચી ચૂક્યા છે. 

ફિલ્મનો મુખ્ય હિરો પ્રભાસ હજુ આ શિડયૂલમાં જોડાયો નથી. પ્રભાસનાં દ્રશ્યોનું શૂટિંગ બાદમાં શરુ કરવામાં આવશે. ફિલ્મના પહેલા ભાગમાં દીપિકા પદુકોણ હિરોઈન હતી અને પહેલા ભાગની સાથે જ દીપિકાએ બીજા ભાગનું કેટલુંક શૂટિંગ પણ કરી લીધું હતું. 

જોકે, દીપિકાએ ફીમાં વધારો તથા કામના કલાકો બાબતે નખરાં  દર્શાવતાં નિર્માતાઓએ તેને બીજા ભાગમાંથી પડતી મૂકી છે.

 હવે તેને સ્થાને  સાઈ પલ્લવી ગોઠવાશે  તેવી  અટકળો લાંબા સમયથી છે. જોકે, નિર્માતાઓએ હજુ સુધી આ બાબતે કોઈ  સ્પષ્ટતા કરી નથી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here