રામ ગોપાલ વર્મા ‘સરકાર ફોર’ ફિલ્મ બનાવવા પ્રયાસ કરી રહ્યો છે. છેલ્લે ‘સરકાર થ્રી’ ૨૦૧૭માં આવી હતી. જોકે, એ ફિલ્મને ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો અને તે પછી રામગોપાલ વર્મા પણ એક પછી એક વાહિયાત ફિલ્મો બનાવવાના રવાડે ચઢી ગયો હતો.

જોકે, હવે રામગોપાલ વર્મા ‘સરકાર ફોર’ના પ્રોજેક્ટ પરથી ધૂળ ખંખેરવા તૈયાર થયો હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં તે ફરી અભિષેક અને અમિતાભને સ્ક્રીન શેર કરતા દેખાડવા માગે છે. જોકે, તકલીફ એ છે કે આ ફ્રેન્ચાઈઝના બીજા ભાગ ‘સરકાર રાજ’માં અભિષેકનાં શંકર નાગરેના પાત્રને મૃત્યુ પામતું દેખાડાયંે હતું. આથી હવે ‘સરકાર ફોર’માં અભિષેકના પાત્રને કેવી રીતે પાછું લાવવુ તેની મથામણ થઈ રહી છે.
એક દાવા અનુસાર ફિલ્મની સ્ક્રિપ્ટ હાલ લખાઈ રહી છે અને જો બધું સમુસુતરું પાર ઉતરશે તો ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષના મધ્ય સુધીમાં શરૂ થઈ શકે છે.

