અમૃતા શેરગિલની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા માટે અગાઉ અનન્યા પાંડેનું નામ ચર્ચાતું હતું. જોકે, હવે તેને બદલે તાન્યા માનિકતલાને આ રોલ માટે સિલેક્ટ કરવામાં આવી હોવાનું કહેવાય છે. ફિલ્મ નિર્માતા મીરા નાયર લાંબા સમયથી પ્રસિદ્ધ ચિત્રકાર અમૃતા શેરગિલ પર એક બાયોપિક પર કામ કરી રહી છે.

જેનું કામચલાઉ શીર્ષક ‘અમરી’ રાખવામાં આવ્યું છે. જોકે આ ફિલ્મની સત્તાવાર ઘોષણા હજી સુધી કરવામાં આવી નથી. તાન્યા માનિકતલા અગાઉ મીરા નાયરના વેબ શો ‘અ સ્યુટેબલ બોય’માં કામ કરી ચૂકી છે. આ ફિલ્મ માટે નસીરૂદ્દીન શાહ, વિક્કી કૌશલ અને જિમ સર્ભ જેવા કલાકારોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, હજુ કાસ્ટ ફાઈનલ થઈ નથી. આ ફિલ્મભારત, હંગેરી અને ફ્રાન્સની પુષ્ઠભૂમિ પર આધારિત એક પીરિયડ ડ્રામા હોવાનું કહેવાય છે. જેનો ઉદ્શ્ય શેરગિલના જીવન અને કલાને લોકો સુધી પહોંચાડવાનો છે.મીરા નાયર લગભગ ચાર વરસથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કહેવાય છ ેકે, બધુ સમુસુથરું પાર પડશે તો તે આ વરસના અંતમાં નિર્માણ શરુ કરી દેશે.

