અયાન મુખર્જીએ ‘ધૂમ ચાર’નું દિગ્દર્શન કરવાનું માંડી વાળ્યું છે. ‘વોર ટુ’ની નિષ્ફળતા પછી તેને સમજાઈ ગયું છે કે લાર્જ સ્કેલ એક્શન જોનર તેના હાથની વાત નથી. તેને બદલે તે ફક્ત રોમાન્સ અને ઈન્ટેન્સ ડ્રામા જ બનાવી શકે તેમ છે.

અયાને તાજેતરમાં તેનાં ફોરેન વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે તેની કેપ્શન દ્વારા ‘બ્રહ્માસ્ત્ર ટુ’નું કામ શરુ કરી રહ્યો હોવાનો સંકેત પણ આપ્યો છે. આ તસવીરોમાં એક સ્ક્રિપ્ટ પણ દેખાય છે તેનો મતલબ એવો થઈ રહ્યો છે કે આ હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. ચર્ચા અનુસાર અયાનને ‘વોર ટુ’માં દિગ્દર્શક તરીકે સંપૂર્ણ આઝાદી મળી ન હતી. આથી તે હવે યશરાજ બેનર સાથે કોઈ મોટાં બજેટની ફિલ્મ કરવા માગતો નથી. આથી તેણે ‘ધૂમ ફોર’ છોડી દીધી છે.

