સલમાન ખાનનો ભાઈ તથા એક્ટર પ્રોડયૂસર અરબાઝ ખાન બીજાં લગ્ન બાદ 58 વર્ષે ફરી પિતા બન્યો છે. તેની બીજી પત્ની શૂરાએ એક બાળકીને જન્મ આપ્યો છે.

અરબાઝે મલાઈકાને છૂટાછેડા આપ્યા બાદ બે વર્ષ પહેલાં શૂરા સાથે લગ્ન કર્યાં હતાં. અરબાઝ અને તેની પહેલી પત્ની મલાઈકાનો દીકરો અરહાન હાલ ૨૨ વર્ષનો છે.
થોડા સમય પહેલાં શૂરા પ્રેગનન્ટ હોવાના ન્યૂઝ આવ્યા હતા. એ પછી શૂરાની ગોદ ભરાઈ રસમના વિડીયો પણ વાયરલ થયા હતા. સલમાન, અરબાઝ તથા સોહેલને એક સગી બહેન અલવીરા છે. આ પરિવારે અર્પિતાને દત્તક લીધી છે. સલમાનનાં લગ્ન થયાં નથી જ્યારે સોહેલ ખાનને પણ એક પુત્ર જ છે. આમ, ખાન પરિવારમાં વર્ષો બાદ કોઈ બાળકીનું આગમન થયું છે.

