અલ્લુ અર્જુને એક નવી ફિલ્મ સ્વીકારી છે. આ ફિલ્મનું બજેટ ૧૦૦૦ કરોડ હશે તેવો દાવો થઈ રહ્યો છે.

આ ફિલ્મનું દિગ્દર્શન ત્રિવિક્રમ કરશે. તેની સાથે અલ્લુની આ ચોથી ફિલ્મ હશે. માયથોલોજિકલ બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મનું શૂટિંગ જોકે, ફેબુ્રઆરી ૨૦૨૭થી શરુ થવાની ધારણા છે.
અર્જુન અગાઉ એટલીનાં દિગ્દર્શન હેઠળની સાઈફાઈ ફિલ્મ પૂર્ણ કરશે. ત્યારબાદ તે આ આ ફિલ્મ હાથ ધરશે. ત્રિવિક્રમે અલ્લુ અર્જુનને ધ્યાને રાખીને જ ફિલ્મની વાર્તા તૈયાર કરી છે.

