BOLLYWOOD : અલ્લુ અર્જુન અને લોકેશ કનગરાજનું કોલબરેશનઃ આ વર્ષથી શૂટિંગ

0
13
meetarticle

 અલ્લુ અર્જુન અને લોકેશ કનગરાજે નવી ફિલ્મ માટે કોલબરેશનની જાહેરાત કરી છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષથી જ શરુ થઈ જશે. 

લોકેશ કનગરાજે એક ટીઝર દ્વારા આ જાહેરાત કરી હતી. પરંતુ ફિલ્મનું ફાઈનલ ટાઈટલ હજુ જાહેર કરાયું નથી. ફિલ્મના અન્ય કલાકારો વિશે  પણ હજુ માહિતી અપાઈ નથી. 

લોકેશ કનગરાજની ડિરેક્ટર તરીકેની આ સાતમી ફિલ્મ હશે. જ્યારે અલ્લુ અર્જુનની હિરો તરીકેની આ ૨૩મી ફિલ્મ હશે. અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ના નિર્માતાઓ જ આ  ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યા છે જ્યારે તેમાં અનિરુદ્દ રવિચંદર સંગીત આપશે. 

ઉલ્લેખનીય છે કે હાલ અલ્લુ અર્જુન એટલીની એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં દીપિકા પદુકોણ તેની કો સ્ટાર છે. લોકેશ કનગરાજ ‘કૂલી’ સહિતની ફિલ્મોથી જાણીતો બન્યો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here