રાજકુમાર હિરાણીએ આમિર ખાન સાથે દાદા સાહેબ ફાળકેની બાયોપિક માટે કોલબરેશન કર્યું છે પરંતુ આમિર ખાને સ્ક્રિપ્ટમાં વાંધાવચકા કાઢતાં આ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ શક્યું ન હતું.

હવે ચર્ચા અનુસાર રાજ કુમાર હિરાણીએ ફિલ્મની સ્ક્રિપ્ટ નવેસરથી લખાવી છે. આથી આ અટકી પડેલી ફિલ્મ આગળ વધે તેવા સંજોગોનું નિર્માણ થયું છે. કહેવાય છે કે આમિર આ સ્ક્રિપ્ટમાં હાસ્યસભર હળવાં દ્રશ્યો હોય તેમ પણ ઈચ્છતો હતો. બીજી તરફ રાજકુમાર હિરાણી ઐતિહાસિક તથ્યો સાથે કોઈ બાંધછોડ ઈચ્છતા ન હતા. આથી તેમના અને આમિર વચ્ચે ક્રિયેટિવ મતભેદો સર્જાયા હતા.
હવે આખરે હિરાણીએ આમિર સાથે સમાધાન કરી લીધું છે. સ્ક્રિપ્ટનો ડ્રાફ્ટ ફરી તૈયાર કરાયો છો. મોટાભાગે આગામી માર્ચ મહિનાથી ફિલ્મનું શૂટિંગ શરુ કરી દેવાનું તેમનું પ્લાનિંગ છે.

