આલિયા ભટ્ટ હોરર ફિલ્મ ‘ચામુંડા’માં કામ રહી હોવાની ચર્ચા લાંબા સમયથી છે. આ ફિલ્મના દિગ્દર્શક અમર કૌશિકે કન્ફર્મ કર્યું છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ હાલ લખાઈ રહી છે.

જોકે, ફિલ્મમાં આલિયા મુખ્ય ભૂમિકામાં હોવા બાબતે સીધેસીધી માહિતી આપવાને બદલે તેમણે એવી ગોળગોળ વાત કરી હતી કે બોલીવૂડના કોઈપણ નિર્માતા દિગ્દર્શક આલિયા સાથે કામ કરવા ઉત્સુક જ રહેતા હોય છે.
અમર કૌશિકના જણાવ્યા અનુસાર સ્ક્રિપ્ટ લખાઈ જાય તે પછી જ પોતે ફિલ્મના કાસ્ટિંગની દિશામાં આગળ વધશે. હાલ અમર કૌશિક પોતાની આગામી ફિલ્મ ‘શક્તિ શાલિની’માં અનીત પડ્ડા સાથે કામ કરી રહ્યા છે. ત્યારબાદ તેઓ ‘ચામુંડા’ ફિલ્મનો પ્રોજેક્ટ હાથ ધરે તેવી સંભાવના છે.

