BOLLYWOOD : આલિયા અને વરુણની જોડી ત્રીજી વખત દુલ્હનિયા ફિલ્મમાં જોવા મળશે

0
48
meetarticle

ડાયરેકટર શશાંક ખેતાને હમ્પટી શર્માની દુલ્હનિયા ફિલ્મ બનાવી હતી જે બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી. આ પછી તેણે બદરીનાથ કી દુલ્હનિયાં બનાવી તે પણ દર્શકોને પસંદ પડી હતી. આ બન્નેમાં વરુણ ધવન અને આલિયા ભટ્ટની જોડી હતી અને હવે ત્રીજી સીકવલમાં પણ આ જ જોડી જોવા મળશે તેવી હિન્ટ આપી છે. 

દિગ્દર્શકે કહ્યું હતું કે, અમે યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જોઇ રહ્યા છે. એક વખત  પટકથા પસંદ પડી જાય પછી અને કાસ્ટિંગ વિશે વિચારશું. અમે સતત  દુલ્હનિયાં ૩ પર સતત વાતચીત કરી રહ્યા છીએ. પરંતુ હજી સુધી નિરઅણય લઇ શક્યા નથી, મૂળ ફિલ્મ અને સીકવલ બન્ને હિટ થઇ હોવાથી અમારે ત્રીજા પાર્ટ પર વધારે ધ્યાન આપવું પડશે.સ્ક્રિપ્ટ ફાઇનલ થયયા પછી સ્ટાર કાસ્ટ પર વિચાર કરવામાં આવશે.આલિયા અને વરુણ ધવન કામ કરે તેની પણ અમને ઇચ્છા છે. પરંતુ યોગ્ય વાર્તા મળશે પછી જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. 

વરુણ ધવન અને આલિયા ભટ્ટે ૨૦૧૨માં પહેલી વાર સ્ટૂડન્ટ ઓફ ધ ઇયરમાં કામ કર્યું હતું. આ પછી તેમણે  હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા અને બદ્રીનાથ કી દુલ્હનિયામાં કામ કર્યું. 

તેમની ઓન સ્ક્રીન જોડી દર્શકોની ફેવરિટ બની ગઇ હોવાથી દુલ્હનિયાંની ત્રીજી કડીમાં પણ તેમને જ જોવાની દર્શકોની ઇચ્છા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here