છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના પવિત્ર અવસર પર જિયો સ્ટુડિયોઝ અને મુંબઈ ફિલ્મ કંપની એ તેમની બહુ અપેક્ષિત ઐતિહાસિક ફિલ્મ ‘રાજા શિવાજી’ નો પહેલો શક્તિશાળી પોસ્ટર જાહેર કર્યો છે. ફિલ્મના દિગ્દર્શક અને મુખ્ય અભિનેતા રિતેશ વિલાસરાવ દેશમુખ એ આ પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તેઓ છત્રપતિ શિવાજી મહારાજના સ્વરૂપમાં જોવા મળે છે.

પોસ્ટરમાં મહારાજનો પ્રભાવશાળી સાઇડ પ્રોફાઇલ દેખાય છે. તેમના હાથમાં તલવાર, મજબૂત ખભા અને અડગ નજર તેમની દૃઢતા દર્શાવે છે. તેમનો ગંભીર અને સંકલ્પભર્યો ચહેરો સ્વરાજ્યની સ્થાપના પહેલા આવેલી શાંતિને દર્શાવે છે.
‘રાજા શિવાજી’ એક ભવ્ય પેન-ઇન્ડિયા ફિલ્મ છે, જેને વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિના ગૌરવરૂપે રજૂ કરવામાં આવી રહી છે. આ એક મહત્વાકાંક્ષી દ્વિભાષી (મરાઠી અને હિન્દી) એક્શન-ડ્રામા ફિલ્મ છે. ફિલ્મનું સંગીત પ્રખ્યાત જોડીએ અજય – અતુલ આપ્યું છે અને સિનેમેટોગ્રાફી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંતોષ સીવાન એ સંભાળી છે. વિશાળ સ્તર અને ભવ્ય દ્રશ્યો સાથે ફિલ્મ એક અનોખો અનુભવ આપશે.
આ ફિલ્મ માત્ર એક રાજાની કહાની નથી, પરંતુ એક એવા પુત્રની યાત્રા છે જેણે સંકલ્પ લીધો અને મોટી શક્તિઓ સામે ઉભા રહી સ્વરાજ્યનો માર્ગ બનાવ્યો. આ તે મહાન યોદ્ધાની ગાથા છે જેણે ઝુકવાને બદલે સંઘર્ષ પસંદ કર્યો અને ભારતના સ્વાભિમાનની પાયાં મૂકી.
નિર્માતાઓનો ઉદ્દેશ છે કે આ પ્રેરણાદાયક ભારતીય કહાનીને ભાષાની સીમાઓ પાર કરી વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવામાં આવે અને તેને વૈશ્વિક સ્તરે એક શ્રદ્ધાંજલિ તરીકે રજૂ કરવામાં આવે.
જિયો સ્ટુડિયોઝ દ્વારા રજૂ થયેલી અને જ્યોતિ દેશપાંડે તથા જિનેલિયા દેશમુખ દ્વારા નિર્મિત, મુંબઈ ફિલ્મ કંપની ના બેનર હેઠળ બનેલી ‘રાજા શિવાજી’ 1 મે 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
એક વખત ફરી ઇતિહાસ જીવંત બનવા જઈ રહ્યો છે… અને એક મહાન ગર્જના સમગ્ર ભારત અને દુનિયામાં ગુંજવા તૈયાર છે!

