ઋતિક રોશને ઓટીટીની દુનિયામાં નિર્માતા તરીકે પ્રવેશ કર્યો છે. અભિનેતા પ્રાઇમ વીડિયો સાથે મળીને એક વેબ સીરીઝનું નિર્માણ કરશે. નવી ઓરિજિનલ સીરીઝ સ્ટોર્મનું નિર્માણ કરશે.

ઋતિક રોશને કહ્યું હતું કે, સીરીઝ સ્ટોર્મમાં પ્રોડયુસર તરીકે ઓટીટી પર એન્ટ્રી લેવાની મારા માટે એક ઉત્તમ તક હતી. જેને હું જવાદેવામાંગતો નહોતો. આ સીરીઝ ફક્ત ઇન્ડિયા જ નહીં પરંતુ ગ્લોબલ ઓડિયન્સ સાથે જોડાશે. હું મારા આ નવા પ્રયાસ માટે ઉત્સાહિત છું. આ સીરીઝમાં સબા આઝાદ પણ મહત્વના રોલમાં કામ કરી રહી હોવાથી લોકોની અટકળ છે કે, ઋતિક રોશને સબાને પ્રોત્સાહિત કરવા માટે જ વેબ સીરીઝના નિર્માણમાં ઝંપલાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્ટોર્મ સીરીઝનું દિગ્દર્શન અજિતપાલ સિંહ કરશે. આ સીરીઝમાં સાબા આઝાદ, પરવતી થિરુવોથુ, આલયા એફ, શ્રીષ્ટી શ્રીવાસ્તવ,રામા શર્મા મહત્વના રોલમાં જોવા મળશે.

