BOLLYWOOD : એક ‘અન-લકી’ ફિલ્મ, જેની રિલીઝ થાય ત્યાં સુધી તો ફિલ્મ સાથે સંકળાયેલા 3 લોકોના મોત

0
28
meetarticle

હિન્દી સિનેમાની ઘણી એવી વર્ષો જૂની ફિલ્મો હીટ રહી છે, જેને આજેય દર્શકો ફિલ્મની કહાની અને તેના પાત્રોના કારણે યાદ કરે છે. બોલિવૂડમાં એવી પણ ફિલ્મ રિલીઝ થઈ છે જેને અશુભ માનવામાં આવે છે. આવી જ એક ફિલ્મ હતી જેનું નામ છે ‘લવ એન્ડ ગોડ’ જે વર્ષ 1986માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું શૂટિંગ 1963માં થયું હતું, પરંતુ ફિલ્મનું શૂટિંગ પૂરું થાય ત્યાં સુધીમાં જ ત્રણ કલાકારોના મોત થઈ ગયા હતા.  

ગુરુ દત્તના નિધનથી સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું

મુઘલ-એ-આઝમ જેવી ઐતિહાસિક ફિલ્મ બનાવનાર ડિરેક્ટર આસિફનું સપનું હતું કે ‘લૈલા મજનૂ’ જેવી ફિલ્મની કહાણી પણ દર્શકો સામે રજૂ થાય.  60ના દાયકાની વાત છે, જ્યારે ડિરેક્ટર આસિફે ‘લવ એન્ડ ગોડ’ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું અને તે સમયના સુપરસ્ટાર ગુરુદત્તને ફિલ્મમાં લીડ હીરો તરીકે સાઇન કર્યો હતો. પરંતુ અમુક સમય પછી ગુરુદત્તનું નિધન થવાથી આ ફિલ્મનું શૂટિંગને મુલતવી રખાયું હતું. બહુ જાણીતી વાત છે કે,  ગુરુદત્તને ડિપ્રેશનની બીમારી હતી. આ દરમિયાન તેઓ ખૂબ જ નશો કરતા હતા.  

કે આસિફનું નિધન 

70મા દાયકામાં કે. આસિફે સંજીવ કુમાર અને નિમ્મીને લઈને આ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કર્યું હતું. ડિરેક્ટર પોતાની કહાણી પૂર્ણ કરવાનું સ્વપ્ન સાકાર થતું જોઈ રહ્યા હતા. આ દરમિયાન ફિલ્મના લીડ હીરો સંજીવ કુમાર તેમને મળવા તેમના ઘરે પહોંચ્યા ત્યારે આસિફને શ્વાસ લેવાની સમસ્યા શરૂ થઇ. રિપોર્ટ પ્રમાણે વર્ષ 1971માં સંજીવ કુમાર સામે જ છેલ્લા શ્વાસ લીધા.  

સંજીવ કુમારનું નિધન 

આ ફિલ્મનું શૂટિંગ અમુક સમય સુધી ફરી અટકી અને ત્યાર બાદ સંજીવ કુમારે ફિલ્મને પૂર્ણ કરવા ફંડની વ્યવસ્થા કરી. જો કે, 6 નવેમ્બર 1985ના રોજ સંજીવ કુમારનું પણ નિધન થઈ ગયું. આ ફિલ્મના અભિનેતા અને ડિરેક્ટરના નિધન બાદ ફિલ્મને 1986માં રિલીઝ કરવામાં આવી. જે બૉક્સ ઑફિસ પર ઘણી ખરાબ રીતે ફ્લોપ ગઈ. ડિરેક્ટર કે. આસિફ ઇચ્છતા હતા કે તેમની આ ફિલ્મ પણ મુઘલ-એ-આઝમ જેવી બને, પરંતુ ત્રણ કલાકારના નિધન બાદ ફિલ્મ ‘લવ એન્ડ ગોડ’ને લોકો અશુભ ફિલ્મ તરીકે ઓળખવા લાગ્યા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here