BOLLYWOOD : ઐશ્વર્યા પછી અભિષેક પણ પર્સનાલિટી રાઈટ્સ માટે કોર્ટમાં

0
67
meetarticle

અમિતાભ બચ્ચન પરિવારમાંથી બહુ લાંબા સમય અગાઉ અમિતાભ બચ્ચન બાદ ગઈકાલે ઐશ્વર્યા રાય અને હવે આજે અભિષેક બચ્ચને પણ પોતાના પર્સનાલિટી તથા પર્સનલ રાઈટ્સ જાળવવા  માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. 

આ અરજી  સંદર્ભમાં દિલ્હી હાઈકોર્ટે ખાતરી આપી હતી કે જુદી જુદી વેબસાઈટ્સ તથા અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સને અભિષેકની સંમતિ  વિના તેની તસવીરો, વિડીયો, અવાજ સહિત તેના અંગત વ્યક્તિત્વ  સાથે સંકળાયેલી કોઈપણ બાબત પ્રગટ નહિ કરવા તથા આવું કન્ટેન્ટ દૂર કરવા  નિર્દેશ આપશે. અભિષેકના વકીલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે  એઆઈની મદદથી તેના ચહેરાને મોર્ફ કરીને કે સુપર ઈમ્પોઝ કરીને જાતીય ઉત્તેજના ફેલાવતી અનેક ડિજિટલ કન્ટેન્ટ વિવિધ પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે. કેટલાંક પ્લેટફોર્મ અભિષેકની ઓરિજિનલ સહી હોવાના દાવા સાથેના પોસ્ટર્સ તથા તસવીરો પણ વેચી રહ્યા છે. તેને દૂર કરવા પણ કોર્ટ દ્વારા આદેશની વિનંતી કરાઈ હતી.અભિષેક તથા ઐશ્વર્યા બંનેની આ બાબતની અરજી પર સાતમી નવેમ્બરે  વધુ સુનાવણી થશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ ઐશ્વર્યા અને અભિષેકે ૨૦૨૩માં તેમની દીકરી આરાધ્યાનાં આરોગ્યને લગતા ફેક ન્યૂઝ દૂર કરવા વિવિધ વેબસાઈટ્સને આદેશ આપવાની માગણી કરતી અરજી પણ દિલ્હી હાઈકોર્ટમાં કરી હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here