ઓહ માય ગોડેસ થ્રી’ ફિલ્મનું શૂટિંગ આગામી ફેબુ્રઆરીમાં શરુ થાય તે પહેલાં જ આ ફિલ્મ કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે.

‘ઓહ માય ગોડ’ ફ્રેન્ચાઈઝી પર પોતાના કાનૂની હક્કો હોવાનો દાવો કરી એક કંપનીએ આ ફિલ્મની ફ્રેન્ચાઈઝીને આગળ વધારવા કોઈ મંજૂરી નહિ અપાઈ હોવાનો દાવો કર્યો છે. કંપનીએ તેની મંજૂરી વિના ફિલ્મની સીકવલ કે તેના ટાઈટલનો ઉપયોગ કરી અન્ય ફિલ્મ બનાવવા સામે ચેતવણી પણ આપી છે.
આ ફિલ્મમાં રાણી મુખરજીની મુખ્ય ભૂમિકા હશે અને અક્ષય કુમાર એક લાંબો કેમિયો કરશે તેવી ચર્ચા છે. અક્ષય અને રાણી પહેલીવાર આ ફિલ્મમાં સ્ક્રીન શેર કરવાનાં છે. જોકે, હવે આ કાનૂની ચેતવણી બાદ કોઈ પ્રકારે સમાધાન થાય છે કે આ કાનૂની લડાઈ આગળ ચાલશે તે અંગે અટકળો થઈ રહી છે.

