વિશાલ ભારદ્વાજે બનાવેલી ફિલ્મ ‘ઓ રોમિયો ‘ રીલિઝ થાય તે પહેલાં પોતાને બે કરોડનું વળતર ચૂકવવાની માગણી ડોન હુસૈન અસ્તરાની દીકરીએ કરી હોવાનું કહેવાય છે. ચર્ચા મુજબ હુસૈન અસ્તરાની દીકરી સનોબીર શેખે વિશાલ ભારદ્વાજને પત્ર પાઠવી એવી આશંકા વ્યક્ત કરી છે કે આ ફિલ્મમાં તેના પિતાનું ખોટી રીતે ચિત્રણ કરાયું હોય તેવું બની શકે છે. આ સંદર્ભમાં પોતાની ચિંતાઓનું -નિરાકરણ ન આવે ત્યાં સુધી ફિલ્મની રીલિઝ અટકાવી દેવાની નોટિસ પણ તેણે પાઠવી છે. શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની મુખ્ય ભૂમિકાઓ ધરાવતી ફિલ્મ ‘ઓ રોમિયો’ હુસૈન અસ્તરાની જિંદગી પર આધારિત હોવાની ચર્ચા છે.

જોકે, વિશાલ ભારદ્વાજે આ અંગે ક્યારેય ફોડ પાડયો નથી. શરુઆતમાં આ ફિલ્મનું ટાઈટલ પણ ‘અસ્તરા’ હોવાનું ચર્ચાયું હતું.

