કરણ જોહર પોતાની પસંદગીના કલાકારો સાથે જ કામ કરવા માટે અવારનવાર ટીકાઓનો ભોગ બને છે. જોકે, આ બધી ટીકાઓને અવગણીને તેણે ફરી પોતાની ફિલ્મમાં આલિયા ભટ્ટની જ લીડ હિરોઈન તરીકે પસંદગી કરી છે.

એ જાણીતું છે કે આલિયા ભટ્ટની કેરિયરનું સુકાન કરણ જોહર જ સંભાળે છે. આલિયાની સારી ફિલ્મો મળે તે માટે કરણ હંમેશા પોતાની વગનો ઉપયોગ કરતો હોય છે.
ફિલ્મના લીડ હિરો માટે રણબીર કપૂર તથા વિકી કૌશલનો પણ સંપર્ક કરાયો હોવાનું કહેવાય છે. જોકે, આ બેમાંથી કોઈ એક હિરોની પસંદગી થવાની છે કે પછી આ ફિલ્મમાં બે-બે હિરો હશે તે અંગે હજુ સુધી કશું સ્પષ્ટ નથી.
ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણશાળીની ‘લવ એન્ડ વોર’માં પણ રણબીર, આલિયા અને વિકી કૌશલની ત્રિપૂટી કામ કરી રહી છે.

