BOLLYWOOD : કાંતારા ચેપ્ટર વનમાં દિલજીત દોસાંઝનું ગીત ઉમેરાશે

0
69
meetarticle

ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા વન’માં  દિલજીત  દોસાંઝનું ગીત ઉમેરવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે. ફિલ્મની ઉત્તર ભારતના દર્શકોમાં રિચ વધારવા માટે આ પગલું લેવાયું છે. 

દિલજીત  દોસાંઝ આજકાલમાં ફિલ્મ માટે નવું ગીત રેકોર્ડ કરશે એમ કહેવાય છે. 

જોકે, ‘કાંતારા’ ફિલ્મના ચાહકોને આ નિર્ણય ગમ્યો નથી. મૂળ ‘કાંતારા’  ફક્ત કન્નડ દર્શકો માટે જ બનાવાઈ હતી પરંતુ બાદમાં તે  હિંદીમાં ડબ  થયા પછી લોકપ્રિય બની હતી. 

ચાહકોને મતે મૂળ ફિલ્મ ઓલરેડી બ્રાન્ડ  વેલ્યુુ ધરાવે છે અને તેમાં ઉત્તર ભારતના દર્શકોને આકર્ષવાના કોઈ નવા અખતરા કરવાની જરુર નથી. 

બીજી  તરફ ફિલ્મના ડિજિટલ રાઈટ્સ ૧૨૫ કરોડમાં વેચાયા હોવાનો દાવો થઈ રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ‘કાંતારા ચેપ્ટર વન’ મૂળ ‘કાંતારા’ ફિલ્મની પ્રીકવલ હશે. તેમાં મૂળ ફિલ્મના પહેલાંના સમયની વાર્તા કહેવાશે. ફિલ્મમાં ઋષભ શેટ્ટી સાથે સપ્તમી ગૌડા ઉપરાંત ઋકમણિ વસંતની નવી એન્ટ્રી થઈ છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here