BOLLYWOOD : કાંતારા પ્રીકવલની ટક્કરથી જાહ્નવીની ફિલ્મને સ્ક્રીનનાં ફાંફા

0
89
meetarticle

ઋષભ શેટ્ટીની ‘કાંતારા’ની પ્રીકવલ ‘કાંતારા ચેપ્ટર વન’ તથા જાહ્નવી કપૂર અને વરુણ ધવનની ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ની બોક્સ ઓફિસ પર ટક્કર થઈ રહી છે. આથી આ બંને ફિલ્મો વચ્ચે  મહત્તમ સ્ક્રીન મેળવવા ભારે પડાપડી જામી છે. 

‘કાંતારા’ના વિતરક વધુ તમામ થિયેટર્સ પાસેથી મહત્તમ સ્ક્રીન કાઉન્ટની માગણી કરી રહ્યા છે. તેમણે થિયેટર્સ પાસે  અનેક જાતની ડિમાન્ડ મૂકી છે. બીજી તરફ જાહ્વવી અને વરુણની ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી ‘ માટે નિર્માતા કરણ જોહર પણ પોતાની વગ લગાડી રહ્યો છે. 

 થિયેટર માલિકોના જણાવ્યા અનુસાર આ લડાઈમાં છેવટે તો નાના થિયેટરોના માલિકોએ નુકસાન સહન કરવાનું આવે તેવું બની શકે છે. તેમણે બંને પ્રોડક્શન હાઉસીસને આ વિવાદનો ઉકેલ લાવવા જણાવ્યું હતું. ભૂતકાળમાં બોલીવૂડનાં મોટાં પ્રોડક્શન હાઉસીસ મહત્તમ સ્ક્રીન કબ્જે કરી લે અને તેના કારણે અન્ય ફિલ્મોને સ્ક્રીન મળે જ નહિ  તેવું અનેકવાર  બન્યું છે. જોકે, આ વખતે બોલીવૂડના પ્રોડક્શન હાઉસને મૂળ સાઉથની ફિલ્મનો સામનો કરવો પડી રહ્યો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here