દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ અભિનેત્રી કાજોલના પર્સનાલિટી રાઈટ્સનું સંરક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કાજોલને દર્શાવતાં તમામ પ્રકારનાં અશ્લીલ કન્ટેન્ટ પણ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પરથી દૂર કરવાનો આદેશ અપાયો છે.

એક વચગાળાની રાહત આપતા ચુકાદામાં હાઈકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે ઓનલાઈન કમર્શિયલ હેતુથી કાજોલનું નામ કે તેની તસવીરો કે તેની પર્સનાલિટી સાથે સંકળાયેલી અન્ય કોઈપણ બાબતોનો ઉપયોગ કરી શકાશે નહિ.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે એઆઈ ટૂલ્સની મદદથી કાજોલને દર્શાવતું ડીપ ફેક કન્ટેન્ટ ન સર્જાય અને અત્યાર સુધીમાં મૂકાયેલું કન્ટેન્ટ દૂર થાય તે માટે આ આદેશો જારી કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે નજીકના ભૂતકાળમાં અનિલ કપૂર અને ઐશ્વર્યા રાય સહિત અનેક કલાકારો પોતાના પર્સનાલિટી રાઈટ્સના પ્રોટેક્શન માટે હાઈકોર્ટમાંથી આ પ્રકારની રાહત મેળવી ચૂક્યા છે.

