કાર્તિક આર્યનની ફિલ્મ ‘નાગઝિલ્લા’માં સાઉથની પ્રીતિ મુકુન્દન હિરોઈન હોવાનું જાહેર થયું છે. પ્રીતિ અત્યાર સુધી તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ તેની પહેલી હિન્દી ફિલ્મ હશે.

કાર્તિક આર્યન બોલિવુડમાં આવતાં પહેલાં બી ટેક કરી ચૂક્યો છે. તેની નવી હિરોઈન પ્રીતિએ પણ ગ્લેમર વર્લ્ડમાં ઝંપલાવતાં પહેલાં બી. ટેક.ની ડિગ્રી મેળવી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન ઇચ્છાધારી નાગના રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ ચોથી ઓગસ્ટના રીલિઝ કરવાની યોજના હતી. પરંતુ વીએફએક્સનું અને પોસ્ટ પ્રોડક્શનનું ઘણું કામ બાકી હોવાથી ફિલ્મની રીલિઝ પાઠળ ઠેલાઈ જાય તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છ ેકે, ૨૦૨૫માં કાર્તિક આર્યન ‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’માં જોવામાં મળ્યો હતો. આ ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધા માથે પછડાઇ હતી.

