BOLLYWOOD : કાર્તિક -અનન્યાની ફિલ્મ બે મહિના વહેલાં રીલિઝ કરી દેવાશે

0
43
meetarticle

 કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ‘તુ મેરી મૈ તેરા, મૈ તેરા તુ મેરી’ ફિલ્મ આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં રીલિઝ થવાની હતી તેને બદલે હવે તે બે મહિના વહેલી આગામી ડિસેમ્બરમાં ક્રિસમસ વખતે રીલિઝ કરી દેવાશે. બોલીવૂડના નિર્માતાઓ અંદરોઅંદર અનુકૂળ તારીખોનું  સેટિંગ કરતા હોય છે.

વાસ્તવમાં ક્રિસમસની તારીખ આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની ‘આલ્ફા’ ફિલ્મ માટે બૂક કરી દેવાઈ હતી. પરંતુ, ફિલ્મમાં છેલ્લી ઘડીએ કેટલાક ફેરફારો કરાતાં આ ફિલ્મની રીલિઝ હવે ચાર મહિના પાછળ ઠેલાઈ ગઈ છે. ક્રિસમસનો સ્લોટ ખાલી પડતાં કરણ જોહરે તરત જ આ તક ઝડપી લીધી હતી અને તેણે કાર્તિક અને અનન્યાની ફિલ્મ આ તારીખે ગોઠવી દીધી હતી. કાર્તિક અને અનન્યા ‘પતિ, પત્ની ઔર વોહ ‘ પછી ફરી સ્ક્રીન શેર કરવાનાં છે. કાર્તિક સાથે જ ‘સત્યપ્રેમ કી કથા’ ફિલ્મ બનાવી ચૂકેલા સમીર વિધ્વંસે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here