કાર્તિક આર્યને પોતાની આગામી ફિલ્મ નાગજિલ્લાના શૂટિંગ શરૂ કર્યાનું શેર કર્યું છે. અભિનેતાએ શનિવારે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે નાગજિલ્લાના ક્લેપબોર્ડ સાથે જોવા મળ્યો હતો. તસવીરમાં ફિલ્મનું નામ નાગજિલ્લા અને દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબા લખેલું પણ જોવા મળતું હતું. આ સાથે અભિનેતાએ આ ફિલ્મની રિલીઝ ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ જણાવીને પ્રશંસકોને ખુશ કરી દીધા છે. આ જ દિવસે નાગપંચમી આવતી હોવાથી જ નિર્માતાએ ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાઇ કહ્યું છે.

કાર્તિક આર્યને સોશયલ મીડિયા પર શેર કરતાં લખ્યું હતું કે, તે પોતાની ભૂલ ભૂલૈયા ૩ના એક વરસ પુરા થયાના દિવસે જ નાગજિલ્લાનું શૂટિંગ શરૂ કર્યું છે. હર હર મહાદેવ સાથે તેણે પોતાની આ વાત પુરી કરી છે.ફિલ્મ નાગજિલ્લામાં અભિનેતા ઇચ્છાધારી નાગ પ્રિયંવદેશ્વર પ્યારે ચંદની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું પ્રથમ લુક એપ્રિલ મહિનામાં શેર કર્યા પછી કરણ જોહરે મોશન પોસ્ટર રિલીઝ કરીને ઇન્સાનોને લગતી ઘણી ફિલ્મો જોઇ હવે નાગની ફિલ્મો જોવા મળશે.

