કાર્તિક આર્યન અને લવરંજને એક ફિલ્મ સાથે કરવાનો નિર્ણય કર્યો. જો બધું સમૂસૂથરું પાર પડશે તો આ જોડીની આ પાંચમી ફિલ્મ સાથે બનશે. ફિલ્મ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ સાથે જોડાયેલી દરેક જાણકારી ગુપ્ત રાખવામાં આવી છે. પરંતુ અભિનેતા- દિગ્દર્શકની આ જોડી પાંચમી વખત સાથે કામ કરવા ઉત્સાહિત છે.

સૂત્રે વધુમાં કહ્યું હતું કે, ફિલ્મની કાસ્ટિંગ અને પાસાઓ પર આવનારા મહિનાઓમાં નિર્ણય લેવામાં આવશે. આ ફિલ્મ લવ રંજન સ્ટાઈલની મનોરંજન દામદાર સંગીતથી ભરપુર હશે. આ ફિલ્મનો કાર્તિક આર્યનનો એક નવો જ અવતાર દર્શકોને જોવા મળશે.હાલ કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ‘તૂ મેરી, મેં તેરા, મેંં તેરા, તુ મેરી ફિલ્મમાં વ્યસ્ત છે. અભિનેતાની આ ફિલ્મ ૩૧, ડિસેમ્બર, ૨૦૨૫ના રિલીઝ થવાની છે. જ્યારે બીજી બાજુ લવ રંજનની ફિલ્મ દે દે પ્યાર દે ટુ ૧૪ નવેમ્બરના રિલીઝ થવાની હોવાથી દિગ્દર્શક આ ફિલ્મમાં વ્યસ્ત છે.
લવ રંજન અને કાર્તિક આર્યન પોતપોતાના પ્રોજેક્ટો પુરા કરીને બન્ને તેમની આગામી પાંચમી ફિલ્મનું કામ શરૂ કરશે.

