BOLLYWOOD : કિયારા પછી અનીત : મધુબાલાની બાયોપિક માટે રોજ નવાં નામની ચર્ચા

0
15
meetarticle

મધુબાલાની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવશે તે અંગે રોજેરોજ નવાં નામોની ચર્ચા થઈ રહી છે. અગાઉ મનાતુું હતું કે કિયારા અડવાણી આ રોલ કરવાની છે. તે પછી અનીત પડ્ડાને આ ફિલ્મ મળી હોવાની વાત વહેતી થઈ હતી.

જોકે,તે પછી અનીત પડ્ડા પણ આ ફિલ્મ માટે હોડમાં નહિ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. બોલીવૂડ સૂત્રોના જણાવ્યા અનુસાર હિરોઈનોની પીઆર ટીમ હિરોઈનનું નામ ચર્ચામાં રહે તે માટે કોઈને કોઈ પ્રોજેક્ટ માટે તેનું નામ ચલાવ્યા કરતી હોય છે. ક્યારેક કોઈ પ્રોજેક્ટ માટે વાતચીત ચાલતી હોય ત્યારે પ્રાઈઝ સહિતની બાબતોમાં હાર્ડ બાર્ગેઇનિંગ કરવા માટે આ હિરોઈન પાસે તો અત્યારે બીજી મોટી ફિલ્મની પણ ઓફર છે તેવી વાત વહેતી મૂકાય છે. આ પહેલાં પણ કિયારા અડવાણીએ ‘શક્તિ શાલિની’ ફિલ્મ છોડી દીધા બાદ તેની જગ્યાએ અનીત પડ્ડા કામ કરવાની છે તેવી વીતો વહેતી થઈ હતી.

બાદમાં તે પણ પોકળ અફવા જ પુરવાર થઈ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here