BOLLYWOOD : કેટરિના કૈફના પ્રાઈવેટ ફોટા લીક થઈ જતાં ચાહકો રોષથી રાતાચોળ

0
37
meetarticle

કેટરિના કૈફ મુંબઈમાં પોતાના ફલેટની બાલ્કનીમાં હતી ત્યારે કોઈએ ચોરીછૂપીથી તેના ફોટા  પાડી લઈ એક પોર્ટલના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લીક કરી દેતાં કેટરિનાના ચાહકો કાળઝાળ થઈ ગયા હતા. ચાહકોએ આ ફોટા લેનારા તથા તેને   પ્રગટ કરનારા પર કેસ દાખલ કરવાની માગણી કરી હતી. 

અનેક સેલિબ્રિટીઓએ પણ આ કૃત્ય વખોડી કાઢ્યું હતું. સોનાક્ષી સિંહાએ સાફ સાફ  કહ્યું હતું કે આ એક ક્રિમિનલ એક્ટ છે.  કેટલાક ચાહકોએ લખ્યું હતું કે પાપારાઝીઓ હવે ન્યૂસન્સ બની ગયા છે. કોઈએ યાદ કરાવ્યું હતું કે લેડી ડાયના પણ પાપારાઝીઓને કારણે મોતને ભેટી હતી. 

ઉલ્લેખનીય છે કે કેટરિના હાલ  પ્રેગનન્ટ છે અને હવે ગમે ત્યારે તેની ડિલિવરી થવાની છે. તેના બેબી બમ્પના ફોટા હજુ સુધી જાહેરમાં આવ્યા નથી. 

અગાઉ આલિયા ભટ્ટ પણ તેના ઘરની બાલ્કનીમાં હતી ત્યારે બાજુની બિલ્ડિંગમાંથી કોઈએ તેના ફોટા પાડી લીધા હતા. આલિયાએ તેની સામે વિરોધ નોંધાવ્યા બાદ આ ફોટા ડિલીટ કરી દેવાયા હતા. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here