શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને ક્રિતી સેનોન હાલ કોકટેલ ટુનું ઇટાલીમાં શૂટિંગ કરી રહ્યા છે. તેવામાં રશ્મિકા અને ક્રિતીનો એક સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે.

જેમાં બન્ને જણીઓ ધમાકેદાર નૃત્ય કરી રહેલી જોવા મળી રહી છે અને લોકોને સંગીતના તાલે ડોલાવી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન લવરંજનનું છે અને આવતા વરસના જુન મહિનામાં રિલીઝ કરવાની યોજના છે.
આ વીડિયો જોનારાઓને કોકટેલ ફિલ્મનું તુમ્હી હો બંધુ ગીત યાદઆવી રહ્યું છે. જેમાં દીપિકા પદુકોણ અને ડાયના પેન્ટ્રીએ મસ્તીમાં લોકોને ડોલાવ્યા હતા.
આ વીડિયો જોયા પછીસોશયલ મીડિયાના યુઝર્સો ગેલમાં આવી ગયા છે. થોડા દિવસો પહેલા શાહિદ, રશ્મિકા અને ક્રિતી ઇટાલીની ગલીઓમાં શૂટિંગ કરી રહ્યા હતા તેવો પણ એક વીડિયો વાયરલ થયો હતો.

