બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનની જેટલી ફેન ફોલોઈન્ગ છે તેટલા જ તેના ટ્રોલર્સ પણ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા એવા એક્ટર કે ડિરેક્ટર છે જેણે સલમાન પર આરોપ લગાવ્યો કે તે નવા પ્રતિભાશાળી અભિનેતાઓની કારકિર્દી બરબાદ કરે છે. હાલમાં જ દબંગના ડિરેક્ટર અભિનવે સલમાન ખાન અને તેના પરિવારને લઈને મોટી વાત કરી હતી.તેણે કહ્યું, ‘સલમાનને અભિનયમાં કોઈ રસ નથી. તે છેલ્લા 25 વર્ષથી સેલિબ્રિટી હોવાનો પાવર દેખાડે છે. તે સેટ પર આવીને અમારી ઉપકાર કરતો હોય તેવું બતાવે છે. તેણે ઘણા અભિનેતાઓની કારકિર્દી બરબાદ કરી છે.’ હવે સલમાનનો પણ Bigg Boss 19ના સેટ પરથી તે લોકોના આરોપોનો જવાબ આપી રહ્યો છે.

શું કહ્યું સલમાન ખાને?
હાલમાં જ વિકેન્ડના વાર એપિસોડ પર કોઇનુ નામ લીધા વગર જવાબ આપ્યો કે, ‘મેં ક્યા કોઇની કારકિર્દી બનાવી છે? કારકિર્દી બનાવવા વાળોતો ઉપરવાળો છે. લોકોએ તો મારા પર કારકિર્દી બરબાદ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. મેં કોની કારકિર્દી બરબાદ કરી છે? અને કારકિર્દી બરબાદ કરવી હોય તો હું મારી જ કારકિર્દી જ ના બરબાદ કરૂ?’
સલમાનનો જુનો વિવાદ
વિવેક ઓબેરોય: વર્ષ 2000ના શરૂઆતમાં વિવેક અને સલમાનનો વિવાદ ચર્ચામાં આવ્યો હતો. એવું કહેવામાં આવતું કે સલમાનને કારણે વિવેકની કારકિર્દી બરબાદ થઈ છે.
તેરે નામ ફિલ્મ: હાલમાં જ ‘દબંગ’ના ડિરેક્ટર અભિનવ કશ્યપે એક ઇન્ટરવ્યૂમાં આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2003માં સલમાને અનુરાગ કશ્યપને ‘તેરે નામ ફિલ્મ’થી બહાર કર્યો હતો. ત્યારબાદ સતીશ કૌશિકને ડિરેક્ટરની જવાબદારી સોંપવામાં આવી.

