BOLLYWOOD : કોપીરાઈટની તકરારને કારણે હેરાફેરી થ્રીનો પ્રોજેક્ટ મુશ્કેલીમાં

0
14
meetarticle

પરેશ રાવલ, અક્ષય કુમાર તથા સુનિલ શેટ્ટીની કોમેડી ફિલ્મ ‘હેરાફેરી થ્રી’ના રાઈટ્સ બાબતે તકરાર થતાં આ પ્રોજેક્ટ અટકી પડયો છે. મૂળ મલયાલમ ફિલ્મ ‘રામોજી રાવ સ્પિકિંગ’ના રાઈટ્સ ધરાવતા નિર્માત  વિજય કુમારના દાવા અનુસાર પોતે આ ફિલ્મનું હિન્દી વર્ઝન બનાવવા માટે ફિરોઝ નડિયાદવાળાને એક જ વાર મંજૂરી આપી હતી. પરંતુ, નડિયાદવાળાએ તેના પરથી બે વાર ફિલ્મ બનાવી નાખી છે. નડિયાદવાળા પાસે આ ફિલ્મનો ત્રીજો ભાગ બનાવવાના કોઈ રાઈટ્સ નથી. પોતે આ બાબતે તેમનું ધ્યાન દોર્યું છે પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નથી. આથી પોતે કાનૂની રસ્તો અપનાવી રહ્યા છે. અગાઉ આ ફિલ્મનાં કાસ્ટિંગ અંગે પણ વિવાદ થયો હતો. પરેશ રાવલે આ ફિલ્મ છોડી દેતાં ફિલ્મના સહ નિર્માતા અક્ષય કુમારે તેને કાનૂની નોટિસ પણ આપી હતી. 

જોકે, બાદમાં પરેશ રાવલે ફિલ્મમાં પોતે કામ કરશે તેવી જાહેરાત કરી હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here