ક્રિતી સેનનની બહેન નુપુર સેનન તેના બોયફ્રેન્ડ અને જાણીતા સિંગર સ્ટેબિન બેન સાથે આગામી જાન્યુઆરી માસમાં લગ્ન કરી રહી છે. તેમનાં લગ્ન ઉદયપુરની એક ફાઈવ સ્ટાર હોટલમાં યોજાશે.

ચર્ચા મુજબ આ લગ્નમાં મર્યાદિત લોકોને જ આમંત્રણ અપાશે. બોલિવુડમાંથી ક્રિતી અને નુપુરના કેટલાક પસંદગીના મિત્રોને નોતરું અપાય તેવી સંભાવના છે. નુપુર વખતોવખત ક્રિતી સાથે દેખાતી હોય છે. તે સ્ટેબિન સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે. નુપુર કેટલાક મ્યુઝિક વિડીયોમાં કામ કરી ચૂકી છે. બીજી તરફ સ્ટેબિન ‘થોડા થોડા પ્યાર’ અને ‘બારિશ’ સહિતનાં ઈન્ડી પોપ સોંગ્સથી જાણીતો છે.

