કરીના કપૂર, ક્રિતી સેનન અને તબુની ‘ક્રુ’ ફિલ્મની સીકવલ બની રહી છે. આ ફિલ્મમાં કરીના રીપિટ થશે એ લગભગ નક્કી મનાય છે. અન્ય કલાકારો વિશે હવે પછી જાહેરાત થવાની સંભાવના છે.

ક્રિતી સેનન અને તબુ આ સીકવલમાં હશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સેવાય છે. જોકે, કરીનાએ આ ફિલ્મ માટે પોતાની સંમતિ આપી દીધી હોવાનો દાવો થઈ રહ્યો છે.
‘ક્રૂ’ની સ્ટોરી આગળ વધારવા અનેક આઇડિયા વિચારાયા હતા. હવે તેમાંથી એક સ્ટોરી આઇડિયા ફાઈનલ કરાયો છે.
મૂળ ‘ક્રૂ’ ફિલ્મ ૨૦૨૪માં રીલિઝ થઈ હતી. હાલ ફ્રેન્ચાઈઝી ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોવાથી એકતા કપૂરે આ ફિલ્મની ફ્રેન્ચાઈઝી પણ આગળ વધારવાનું નક્કી કર્યું છે.

