BOLLYWOOD : ગોવિંદાનું હાલ અન્ય યુવતી સાથે અફેર હોવાનો પત્નીનો ઘટસ્ફોટ

0
39
meetarticle

ગોવિંદાની પત્ની સુનિતાએ દાવો કર્યો છે કે ગોવિંદાનું અન્ય કોઈ યુવતી સાથે અફેર ચાલી રહ્યું છે. તેણે જણાવ્યુું છે કે આ યુવતી કોઈ ફિલ્મ એકટ્રેસ નથી પરંતુ ફિલ્મ દુનિયા બહારની છે. 

છેલ્લા કેટલાય સમયથી ગોવિંદા અને સુનિતા અલગ રહે છે અને તેઓ છૂટાછેડા લેવાનાં છે તેવી ચર્ચાઓ ચાલે છે. આ ચર્ચાઓ વચ્ચે એક વાતચીતમાં સુનિતાએ કહ્યું હતું કે ૨૦૨૫નું વર્ષ મારા માટે બહુ ખરાબ રહ્યું હતું. આ વર્ષે મને જાણ થઈ હતી કે ગોવિંદાનું કોઈ યુવતી સાથે અફેર છે. આ યુવતી તેને સાચો પ્રેમ કરતી નથી પરંતુ ફક્ત પૈસા ખાતર તેની સાથે જોડાયેલી છે. ૨૦૨૬નાં વર્ષમાં મારી આશા છે કે ગોવિંદા આ અફેર છોડી દે અને પરિવાર પાસે પાછો ફરે. તેણે કહ્યું હતું કે ગોવિંદાએ સમજવું જોઈએ કે તેની જિંદગીમાં તેની માતા, પત્ની અને દીકરી સિવાય કોઈ ચોથી સ્ત્રીને સ્થાન ન હોઈ શકે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here