BOLLYWOOD : ઘૂસખોર પંડતનું નવું નામ તદ્દન અલગ હશેઃ નીરજ પાંડની સુપ્રીમને ખાતરી

0
14
meetarticle

ઘૂસખોર પંડત’ ફિલ્મનું નવું ટાઈટલ તેને મળતું આવતું નહિ હોય પરંતુ બિલકૂલ અલગ જ ટાઈટલ અપાશે તેવી સર્જક નીરજ પાંડેની રજૂઆત બાદ સુપ્રીમ કોર્ટે આ ફિલ્મ સામેની અરજીનો નિકાલ કર્યો હતો. 

સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરતાં નીરજ પાંડેએ જણાવ્યું હતું કે ફિલ્મનું મૂળ ટાઈટલ રદ કરી દેવાયુ ંછે અને નવું ટાઈટલ હજુ નક્કી થયું નથી. 

જોકે, નવું ટાઈટલ જે પણ નક્કી થશે તે મૂળ ટાઈટલ સાથે કોઈ પ્રકારે સમાનતા ધરાવતું નહીં હોય. 

નીરજ પાંડેએ એમ પણ જણાવ્યું  હતું કે જૂનાં ટાઈટલનો ઉલ્લેખ ધરાવતાં ટીઝર તથા તમામ પ્રમોશનલ મટીરીયલ અને ડિજિટલ કન્ટેન્ટ પણ રદ કરી દેવાયાં છે.

જસ્ટીસ બી. વી. નાગરત્ન તથા જસ્ટીસ ઉજ્જવલ ભુયાનની બેન્ચે યુ ટયુબર્સને  પણ હવે આ ફિલ્મનાં ટાઈટલને લગતો વિવાદ પડતો મૂકવા જણાવ્યું હતું. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here